જરૂરિયાત

વિકિપીડિયામાંથી
Gazal world (ચર્ચા | યોગદાન) (→‎આ પણ જુઓ: + મેસ્લોનો જરૂરિયાતોનો કોટિક્રમ) દ્વારા ૦૧:૦૦, ૭ ફેબ્રુઆરી ૨૦૨૦ સુધીમાં કરવામાં આવેલાં ફેરફારો
(ભેદ) ← જુની આવૃત્તિ | વર્તમાન આવૃત્તિ (ભેદ) | આ પછીની આવૃત્તિ → (ભેદ)

જરૂરિયાત એટલે મનુષ્યને જે વસ્તુઓ જરૂરી લાગતી હોય તે. શરીર અને મનની શક્તિઓને સારી રીતે ટકાવી રાખવા જે વસ્તુઓની જરૂર લાગતી હોય તેને 'આવશ્યક જરૂરિયાતો' કે 'પ્રાથમિક જરૂરિયાતો' કહેવામાં આવે છે. સમાજના રિવાજોને અનુસરીને જે વસ્તુઓની જરૂર લાગતી હોય તેને 'રિવાજી જરૂરિયાતો' કહે છે. જે જરૂરિયાતો એકબીજા ઉપર આધાર રાખતી હોય તેને 'સાપેક્ષ જરૂરિયાતો' કહે છે. દા.ત. ટેબલ-ખુરશી, રકાબી-પ્યાલા.[૧]

જરૂરિયાતોનું પ્રમાણ દરેક સમાજમાં એકસરખું હોતું નથી. તે સમયાનુસાર બદલાયા કરે છે. અમુક સમયે કોઈ એક સમાજમાં જરૂરિયાતનું જે ધોરણ સામાન્ય રીતે પ્રચલિત હોય તેને 'જીવનનું ધોરણ' કહે છે.[૧]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ જોષી, વિદ્યુતભાઈ (૨૦૧૬). પારિભાષિક કોશ-સમાજશાસ્ત્ર (દ્વિતીય આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. પૃષ્ઠ ૫૫. ISBN 978-93-85344-46-6.